Quotes

Audio

Read

Books


Write

Sign In

We will fetch book names as per the search key...

‘સફર’

★★★★★
Read the E-book in StoryMirror App. Click here to download : Android / iOS
Author | RAGAHAVJI MADHAD Publisher | StoryMirror Infotech Pvt. Ltd. ISBN | ebook Pages | 105
E-BOOK
₹20


About The Book

આ ‘સફર’ કથા વિશે....

રાઘવજી માધડ

એક નવા પ્રદેશ,પરિવેશનીવચ્ચે અસ્તિત્વ માટે જીવતી,ઝઝૂમતી યુવાન સ્ત્રીની આ કથા છે.

કોઈ કથા,ક્યારેય સંપૂર્ણ સત્ય અને સાવ અસત્ય હોતી નથી.સત્યનાપ્રવાહમાં સર્જકનો અનુભવ અને કલ્પન ઉમેરતું હોય છે.કથા સાથે સર્જકનું એક ભાવ-અનુભવ જગત જોડતું હોય છે.જે જીવનનાતથ્યો ને સત્યો સાથે રાખી કલ્પનાનાંરંગરોગનસાથે કથાની સ્વતંત્રકથાસૃષ્ટિ ઊભી કરતો હોય છે.

એકાદ દાયકા પહેલા પૂર્વાંચલનામિઝોરમ રાજ્યમાં, જવાનું થયું હતું.ફરજના ભાગ રૂપે એક કલ્ચરલવર્કશોપમાં,ગુજરાતમાંથીપ્રતિનિધિરૂપપસંદગીનાશિક્ષકોને લઇ ત્યાં દસ દિવસ રહેવાનું બન્યું હતું. ગુજરાત કરતાં સાવવિષમપરિસ્થિતિનાં લીધે પારાવાર મુશ્કેલીઓમાંથી પસાર થવું પડ્યું હતું.

પણ ત્યાંની પ્રજા,પ્રશ્નો,પરિવેશ,પર્યાવરણ અને સાવ અલગ સંસ્કૃતિનાં લીધે જોવાં-જાણવામાંખાસ રસ પડ્યો હતો. જેથી મિઝોપીપલ,સ્થાનિક શિક્ષકો સાથે સંવાદ થતો રહ્યો હતો. આ બધું એક સર્જક તરીકે મનમાં બંધાતું ને ગંઠાતું રહ્યું હતું.જે ક્યા સાહિત્ય-સ્વરૂપે શબ્દસ્થ થાય તે કળવું, કહેવું મુશ્કેલ હતું. પણ આ સમયમાં, ગુજરાતની કોઈ કોલેજમાં યુવતી સંદર્ભે અઘટિત ઘટના ઘટેલી.

જેયુવતી આ કથાની નાયિકા રૂપે મારામાં આવી, પ્રવેશી...ને કોલાહલ મચાવી ગઈ.

ઘણાં લાંબા સમય સુધી આ કથાનો કાચો મુસદ્દો હસ્તલિખિત સ્થિતિમાં પડ્યો રહ્યો હતો. પણ કોઈ એક તકે ઉમળકો આવતા, અવકાશ મળતા આ કથાને સજીવન કરવાનું શક્ય બન્યું છે...

આજે સોશ્યલમીડિયાના લીધે લેખક-વાચકનું જગત ધરમૂળથી બદલાયું છે.પણ પ્રિન્ટ મીડિયા સાથે સોશ્યલમીડિયામાં પણ પ્રગટ થતી મારી કૃતિઓને વાચકો વાંચે છે,વધાવેછે..અને પ્રતિભાવ આપે છે.મને ભરોસો છે આ કથા-પ્રવાહ આપને જકડી રાખશે !

હા,એક સ્પષ્ટતા કરવી રહી-આ માત્ર ફિક્શનછે !



About the Author


 લેખકશ્રી ડૉ. રાઘવજી માધડ(રાઘવભાઈ દાનાભાઇમાધડ)નો જન્મ સૌરાષ્ટ્રમાં અમરેલીના દેવાળિયા મુકામે  ૦૧-૦૬-૧૯૬૧ રોજ થયો હતો. શૈક્ષણિક કારકિર્દીમાં તેમણે પી.ટી.સી., એમ.એ., બી.એડ.ની સાથે સૌરાષ્ટ્ર યુનીવર્સીટી રાજકોટથી પીએચ.ડી. પણ કર્યું છે. વ્યાવસાયિક કારકિર્દીમાં તેઓ બહોળો અનુભવ ધરાવે છે, શિક્ષણને પોતાનું કાર્યક્ષેત્ર બનાવીને તેમણે શિક્ષકથી લઈને આચાર્ય, સીની.લેકચરર, કોલેજ પ્રિન્સિપાલ, જીસીઈઆરટીમમાં રીસર્ચ એસોસિએટ અને કેળવણી નિરીક્ષક સુધી અનેક ક્ષેત્રોમાં સેવા આપી છે.

 

            સાહિત્યિક સેવા અંતર્ગત તેમણે અનેક ક્ષેત્રોમાં ખેડાણ કર્યું છે જેમાં ટૂંકી વાર્તા, નવલકથા, નિબંધ, નાટક, લોકકથા જેવા સાહિત્ય પ્રકાર સાથે તેમના ૩૦ જેટલા પુસ્તકો પ્રકશિત થયા છે. સાથે સાથે તેઓ ફૂલછાબ, જયહિન્દ, જનસત્તા, સમભાવ, સંદેશ અને મુંબઈ સમચાર જેવા વર્તમાનપાત્રો અને સામયિકોમાં કોલમ લેખન કર્યું છે. પોતાની આગવી લેખન શૈલી થકી તેમણે અનોખી લોકચાહના પ્રાપ્ત કરીને અનેક પુરસ્કાર મેળવ્યા છે. જેમાં કેતન મુનશી વાર્તા સ્પર્ધામાં ૨૦૧૩માં પ્રથમ ક્રમાંક, ગુજરાત સાહિત્ય અકાદમીના વિવિધ એવોર્ડ, સંત કબીર એવોર્ડ, અનેક સંસ્થાઓ દ્વારા પ્રમાણપત્રો પ્રાપ્ત કર્યાં છે. સાથે સાથે પાઠ્યપુસ્તક લેખન અને શાળા કોલેજોમાં ૪૦૦ કરતાં વધારે વ્યાખ્યાન શિબિર કર્યાં છે. આવ ઉમદા સાહિત્ય સર્જકને તેમની ‘સફર’ નવલકથા થકી માણવાનું આપ સૌને ગમશે એવી અમને આશા છે.







Be the first to add review and rating.


 Added to cart