We will fetch book names as per the search key...
નલ દમયંતી – અનુરાગ સરિતા મૂળ મહાભારત ગ્રંથનો એક ભાગ છે, જ્યારે યુધિષ્ઠિર હતાશ થયા છે ત્યારે તેમનો ઉત્સાહ વધારવા ઋષિ બૃહદશ્વ તેમને નલ દમયંતીના જીવનમાં બનેલી આ ઘટના કહે છે. નલ દમયંતીના જીવનમાં બનેલી આ ઘટના માત્ર એક નાનકડી ભૂલ ખૂબ કપરા ફળ આપી શકે છે તે દર્શાવે છે.
આ સિવાય દમયંતીના વિશુદ્ધ પ્રેમનો પરિચય પણ આ કથામાં પ્રગટ થયો છે.
નીતિ, ધર્મ અને સત્યનો ક્યારેય પરાજય થતો નથી, સમય અને પરિસ્થિતિ ગમે તેવી હોય પરંતુ દમયંતીની નીડરતા અને સમજદારીથી તે કેવી રીતે પરિસ્થિતિને પોતાની તરફ વાળી લે છે તે આ કથાનું વિષયવસ્તુ છે.
કથા માં નલ દમયંતીના વિશુદ્ધ પ્રેમ અને પોતાના કર્તવ્ય પ્રત્યે શ્રદ્ધા વ્યક્ત થાય છે.
પહેલેથી જ ધર્મમાં રસ હોવાને કારણે અને તેમાં પણ મહાભારત ગ્રંથમાં વિશેષ રુચિ હોવાના કારણે, કંઇક લખવું તેવી ઈચ્છા પૂર્ણ થાય તે માટે, નાટક અથવા પુસ્તક કેમ લખવું તેની પર્યાપ્ત જાણકારી ન હોવા છતાં પણ એક પ્રયત્ન કર્યો, વિદ્વાનો ભૂલ જોવે તો પણ અપરિપક્વતા માની ક્ષમા કરે.
૧૬ થી ૧૭ વર્ષની ઉંમરમાં મહાભારત અને વિષ્ણુ પુરાણનું વાંચન કર્યું ત્યારબાદ જ્ઞાનની કોઈ સીમા નથી તેમ વિચારી પોતે એક નિજાનંદ માટે પુસ્તક લખવાનું શરૂ કર્યું. પુસ્તક લખ્યું પરંતુ તે લખવાનો પૂરો શ્રેય વિષ્ણુ ભગવાનને જાય છે, કારણકે હરિ ઈચ્છાથી જ શક્તિ, બુદ્ધિ અને કાર્ય માટે પ્રેરણા મળે છે.
#womenauthor