We will fetch book names as per the search key...
About the author - અહીંના અધર્મીને દંડ આપવા આપણું ટોળું બહુજ મોટુ છે તે કાર્ય સંપન્ન કરશે, જે પ્રમુખ છે તેને હું પતાવીશ." હવે પિંગાક્ષનાં કહ્યા અનુસાર બાળક પર ધ્યાન રાખે છે. જ્યારે તેને બંદી બનાવનાર જૂથ આવે છે ત્યારે તેને બંદી બનવા દે છે. ત્યારબાદ તેનો પીછો કરે છે. ત્યાં અઢળક બાળકો બંદી બનાવેલા ઓમકારને મળે છે. જે ચર્ચા પિંગાક્ષને કરે છે. આ વાત અનુસાર પિંગાક્ષ દરેક ઠેકાણા આવા જૂથનાં છે ત્યાં એક એક ટોળકી મૂકી દે છે. ત્યારબાદ તે બધા બાળકોને બસમાં ભરી દરિયાકિનારે લઇ જાય છે જ્યાં તેના પ્રમુખ લોકો આ બાળકો પર પૈસા લગાવે છે, અંગો વેચવા માટે. ત્યાં પિંગાક્ષ બધાને સંદેશાવ્યવહાર ફોન દ્વારા વાત કરતો જ હોય છે અને એકાએક હુમલો કરવાની આજ્ઞા આપી દે છે. દેશનાં અલગ અલગ જગ્યાએ થતા આ અત્યાચારીની જગ્યાએ પિંગાક્ષે પીછો કરાવી ટોળકી મૂકી હતી તેના દ્વારા હુમલો શરુ થઇ જાય છે અને અહીંયા પ્રમુખ હોવાથી રક્ષાર્થી વધારે હોય છે. તેથી પિંગાક્ષ પુરી યોજના સાથે એક સાથે હુમલો શરુ કરે છે. પિંગાક્ષની શક્તિ વધારે હોવાથી બધાને તડપાવીને મારી નાખે છે. સામે બીજા બધાને પણ યોજના અનુસાર મારી નાખવામાં આવે છે અને આ જૂથને આખા દેશમાંથી હટાવી દેવામાં આવે છે. આ કાર્ય કરવાનો શ્રેય પિંગાક્ષ બધાને અપાવે છે અને બધા સુખનો અનુભવ કરે છે. હવે પિંગાક્ષ દ્વારા બધા જ લોકો ખુશીથી પ્રસંગ કરે છે અને હનુમાનદાદાનું નામ લઇ શ્રી રામ ધૂન આખા દેશમાં રહે છે.
About the book -
અતિ ઉતંગ જલનિધિ ચહુ પાસા, કનક કોટ કર પરમ પ્રકાસા.
(રામ ચરિત માનસ દ્વારા લિખિત ચોપાઈ છંદ સુંદરકાંડ.)
સમય સાથે પંક્તિનો એહસાસ થઈ શકે છે. જન્મ સ્થાન, જન્મ ગર્ભ, જન્મ તિથિ, યોગ- પ્રયોગ, રાશિ, નક્ષત્ર, દેવી દેવતાંઓના સ્થાન, દાનવ ફળ, નાભી કક્ષ, બ્રાહ્મણ ફળ, રક્ષા ગુરુ, આ બધી વાતો જ્યોતિષ શાસ્ત્રમાં મળી તો રહે છે પણ છેલ્લે કોનું સાચું લખાણ માનવામાં આવે છે? ઘણાયનાં જવાબ ભગવાનની દયા ઉપર જશે. તો જે આ શબ્દ છે ભગવાનની દયા. પુરાણો અનુસાર જીવંત અને નિર્જીવ ને એક અલગ રીતે અલગ પાડેલા છે, દરેકને મૈત્રી પૂર્ણ રીતે પ્રિય બનાવવાની ચર્ચા પણ પુરાણોમાં લખેલ છે. અમુક સમય દરમ્યાન પશુ પ્રિય લોકો પશુ જોડે વાત કરી એમની વાતો પણ સમજતા અને નિર્જીવને ઘરનું પવિત્ર ચારણ માનતા હતા. તેવી માન્યતાઓને સમજવા માટે પુરાણોનાં લેખની અગત્યતાં જરૂરી છે. આ વાત સમજણની હતી.