We will fetch book names as per the search key...
About the book -
આ મારો પહેલો ""કાવ્યસંગ્રહ""છે આમાં મોટાભાગે પ્રકૃતિ, પ્રેમ, હ્ર્દયભંગ,વિરહ, મિલન ને લગતી કવિતાઓ છે. ખેતરમાં ફરતા ફરતા, સાઇકલ ચલાવતા, દરિયા કિનારે બેઠા બેઠા, ઘર ના ઓટલા પર બેસતા બેસતા આ બધી કવિતાઓ લખાઈ છે, આશા રાખું છું કે મારું આ ""કાવ્યસંગ્રહ"" મારા વાચકમિત્રોને પસંદ આવશે!!"
About the Author
લેખકનું બાળપણ અરવલ્લી જિલ્લાના, બાયડ તાલુકાના નાના ગામ તાલોદમાં વીત્યું, અને આગળ અભ્યાસ માટે શહેરમાં જવાનું થયું, ત્યાર પછી નોકરી માટે પણ શહેરમાં રહેવાનું થયું પરંતુ તેમનો ગામ સાથેનો લગાવ તેમણે સતત કઈક લખવા પ્રેરી રહ્યો હતો,નોકરી પણ સતત પ્રકૃતિ સાથે જોડાઈ રહેવાય તેવી ખેતીવાડી ખાતામાં મળી, જે તેમના માટે ભાગ્ય ની વાત રહી,ત્યારે કવિતા લખાઈ ""ગામ ની વાટે""
આ તેમનું પહેલું કાવ્યસંગ્રહ છે જેમાં ગામ ની સાથે પ્રેમની પણ કવિતાઓ છે.
તેમનો વાંચનનો શોખ તેમને સતત કંઇક લખવા માટે પ્રેરી રહ્યો હતો, ત્યારે તેમણે ""સ્ટોરીમીરર"" પ્લેટફોર્મ પર લખવાની શરૂઆત કરી, જ્યાં તેમને સારા પ્રતિસાદ મળ્યા,ત્યાં થી લેખક સતત આગળ વધતા રહ્યા અને આજે તેમનું આ પહેલું ""કાવ્યસંગ્રહ"" ""ગામની વાટે"" ..પ્રકાશિત કરી રહ્યા છે!!"