We will fetch book names as per the search key...
Seller | Price | |
---|---|---|
StoryMirror Best price | ₹200 | |
Amazon | Price not available | |
Flipkart | Price not available |
અગાઉ વાર્તા, કવિતા, નિબંધો જેવી રચનાઓ બાદ આ નવલકથા મારો પહેલો પ્રયાસ છે. નવલકથાનું હાર્દ એક સામાજિક કથાવસ્તુ છે જે તમારામાંના કેટલાકે, ખાસ કરીને મહિલાઓએ તેનો અનુભવ પણ કર્યો હશે. એટલે વાંચતા વાંચતા સ્વને નાયિકાના પાત્રમાં કદાચ જોશે. તેમ થાય તો તેનો આનંદ
ઉંમર ૮૦ વર્ષ. અભ્યાસ એમ.કોમ. ૧૯૬૮માં પ્રથમ રચના ‘સુધા’ સાપ્તાહિકમાં પ્રકાશિત થઈ (જે હવે બંધ છે). ત્યારબાદ ‘કુમાર’ માં એક લઘુકથા. લાંબા ગાળે ૨૦૦૪ બાદ વાર્તાઓ, કવિતા, લેખો લખાયા અને તે ‘કુમાર’, ‘અભિયાન’, ‘નવનીત-સમર્પણ’, ‘અહા!જિંદગી’, ‘આનંદ ઉપવન’, ‘મમતા’ ‘મારી સહેલી’ જેવા સામયિકોમાં, તેમ જ ‘જન્મભૂમિ’, ‘મુંબઈ સમાચાર’ જેવા અખબારોમાં પણ પ્રકાશિત થયા છે. તે ઉપરાંત જુદા જુદા બ્લોગ્ઝ પર લેખો, કવિતાઓ અને વાર્તાઓ ઉપરાંત કોયડા, કહેવતકથા વગેરે પણ મુકાયા છે. મારી એક વાર્તા 'અતિથિ દેવો ભવ'નું નાટ્યરૂપાંતર કર્યું હતું જે એક બ્લોગ પર મુકાયું છે. ત્યાર બાદ એક સંસ્થા માટે બાળનાટક 'દિવાળી વેકેશન' પણ લખ્યું હતું જે તે સંસ્થાના બાળકોએ ભજવ્યું હતું.
આજ સુધીમાં પ્રકાશિત રચનાઓનો આંકડો ૪૦૦ થી ઉપર પહોંચ્યો છે. એક વાર્તાસંગ્રહ ‘ઓળખાણ’ એપ્રિલ ૨૦૧૭ માં પ્રકાશિત થયો છે. બીજો વાર્તાસંગ્રહ ‘સ્નેહ સંબંધ’ ડિસેમ્બર ૨૦૧૮ માં પ્રકાશિત થયો છે. વાર્તાસંગ્રહ ‘સ્નેહ સંબંધ’ ને મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી તરફથી રામનારાયણ પાઠક (લઘુકથા) નો પ્રથમ પુરસ્કાર ઓગસ્ટ ૨૦૧૯ માં મળ્યો છે.
ઓગસ્ટ ૨૦૨૦ મા ત્રીજો વાર્તાસંગ્રહ ‘શતરંજનું પ્યાદું અને અન્ય રચનાઓ’ પ્રકાશિત થયો છે.