We will fetch book names as per the search key...
સુંદર પ્રેરણાદાયી ગુજરાતી વાર્તાઓના ઉત્તમ પુસ્તકનો સમૂહ આપણા દરેકનું જીવન એક વાર્તા છે, પણ આપણે બધા વાર્તા લખતા નથી. પણ આપણે જયારે કોઈ વાર્તા વાંચીએ છીએ, ત્યારે તે વાર્તાના પાત્રમાં આપની જાતને અને વાર્તાની ઘટનામાં આપણા જીવનને શોધવાનો પ્રયત્ન કરીએ છે. “વાર્તાલ્પ” આપણી આજુબાજુ બનતી ઘટનાઓથી પ્રેરિત છે. પરિસ્થિતિ, અવલોકન, અને અનુભવોનો નિચોડ, છતાં કાલ્પનિક પાત્રોની રજૂઆત એ “વાર્તાલ્પ.” સ્ત્રી સશક્તિકરણ અને સન્નમાન દરેક વાર્તાઓનો મધ્યવર્તી વિષય જે હંમેશા લેખિકાના હ્દયની ખૂબ નજીક રહ્યો છે આ જીવન છે : જીવનના વિવિધ પરિમાણને વર્ણવતી ટૂંકી વાર્તાઓનો સંગ્રહ. પ્રેરણાપંથ આ પ્રેરણાદાયી કથાઓ તમને તમારા સપનાઓ પુરા કરવા માટે બળ અને ક્યારેય નાસીપાસ નહિ થવા માટે હિંમત આપી જાય છે. તમે તમારી પોતાની ક્ષમતાઓને ઓળખીને તમારામાં પરિવર્તન લાવીને નવી સંભાવનાઓનું સર્જન કરવા માટે પ્રેરણા આપી જાય છે. લોકડાઉન 2020 આ પુસ્તક લોકડાઉનના સમયમાં આપે પસાર કરેલ સમયની યાદ અપાવશે. જૂની રમતો, જૂની સીરીયલો, પરિવાર સાથે વિતાવેલો સમય, ઇન્ડોર ગેમ્સ, નવી-નવી વાનગીઓ અને બીજી ઘણી બધી ખાટ્ટી-મીઠ્ઠી વાતોને આ પુસ્તક હસતા-હસતા યાદ કરાવશે મારી ઉમર વિહીન ક્ષણો સામાન્ય માનવીના સ્વપ્નો, કેળવેલા કે ગુમાવેલ સંબંધો અને તેના જીવનમાં ઊભા થયેલ પ્રશ્નાર્થ પ્રશ્નો સાથે કેવીરીતે જીવે છે ? આ પુસ્તકમાં એવીજ વાર્તાઓ છે જે આમ જન સમાજમાં વસતા અગણિત લોકોના હૃદયમાં ક્યાંક ધરબાયેલી છે.