We will fetch book names as per the search key...
5 average based on 2 reviews.
About the Book:
'હવા દવેનું "હવા" માં ગઝલ ગુંજન' આ પુસ્તક કવિ શ્રી હસિતકુમાર દવે “હવા”નો પ્રથમ અને એકમાત્ર ગઝલ સંગ્રહ છે. ૧૯૫૭ ના વેકેશનમાં માત્ર ચૌદ વરસની ઉમરે સ્વયંસ્ફુરિત પ્રથમ કાવ્યની રચના થકી શરુ થયેલી એમની આ લેખન યાત્રા આજે એંસીમાં વરસે પણ અવિરત ચાલુ છે. આ ગઝલ સંગ્રહ તેમની જિંદગીભરની ગઝલ રચનાઓનો પરિપાક છે. પોતાની ગઝલ રચનાઓનું પુસ્તક પ્રકાશિત થશે તેવું હસિતકુમારે ક્યારેય વિચાર્યું ન હતું. પણ તેમની દીકરી ચિ.અ.સૌ.શેફાલીબહેનની સાથે સાથે તેમના પુત્ર સમાન જમાઈ શ્રી કાજલકુમાર વર્મા અને દીકરી ચિ.અ.સૌ. હિમાદ્રીબહેનના પ્રોત્સાહન અને પ્રયત્નોથી સ્ટોરીમિરરના માધ્યમથી આ શબ્દસૃષ્ટિ તૈયાર થઇ શકી છે.
કવિશ્રી આ પુસ્તકને પોતાનું સર્જન ન માનતા મા સરસ્વતીની સેવા અને ઈશ્વરી કૃપા જ માને છે. કવિશ્રી એ આ પુસ્તક તેમના તમામ છૂટાં છવાયાં, રખડતાં, લેખનોના કાગળો કાળજી પુર્વક ભેગા કરી સાચવી, સંભાળી રાખનાર તેમના પત્ની અ.સૌ.સ્વ. વંદનાને અર્પણ કર્યું છે.
About the Author:
ભાઈશ્રી હસિતકુમાર દવેનો જન્મ ૧૯૪૩ જાન્યુઆરીમાં જન્મસ્થળ પાટણ ઉત્તર ગુજરાતનો છે. બાલ્યાવસ્થા ઉત્તર ગુજરાતમાં જ પાટણ, વડનગર, વિસનગરમાં જ પસાર થઈ. ૧૯૫૭થી પાટણમાં જ કાયમી વસી ગયા.
અભ્યાસમાં બી.એ. ઓનર્સ ઈંગ્લિશ સાથે પાસ કર્યું છે. અને ઈલે. ફર્સ્ટક્લાસ સુપરવાઇઝરની પરીક્ષાઓ પણ પાસ કરી છે.પાટણ કીલાચંદ દેવચંદ પોલીટેકનીકમાં (કે.ડી. પોલીટેકનીક) અને વોકેશનલ ટ્રેનીંગ સેંટર (VTC) પાટણ ખાતે ઇલેક્ટ્રીશીયન અને ઈલે. ઇન્સ્ટ્રક્ટર તરીકે ગવર્નમેંટ જોબ કરી છે. જાન્યુઆરી ૨૦૦૧થી નિવૃત છે અને હાલ અમદાવાદમાં સ્થાયી છે.
લેખનમાં એમની કલમ ૧૯૫૭થી ચાલુ જ છે. કાવ્ય રચનાઓમાં અછાંદસ કવિતાઓ, ગઝલ, શેર-શાયરી અને હાઈકુ એમને પ્રિય છે. ક્યારેક ચિત્રો પણ દોરી લે છે. સ્વભાવે એકાંતપ્રિય એવા હસિતકુમાર દવે વાચન-લેખન પ્રિય, આનંદી, મોજીલા, જિજ્ઞાસુ,અને જ્ઞાન પિપાસુ છે. સાહિત્ય સર્જનકર્તા તરીકે તેમનો સાચો પરિચય તેમના પુસ્તક “હવા દવેનું હવામાં ગઝલ ગુંજન” દ્વારા પ્રથમ 'બીલીપત્ર'માં મળે છે.