Quotes New

Audio

Forum

Read

Books


Write

Sign In

We will fetch book names as per the search key...

કાવ્યગાથા (Kavya Gatha)

★★★★★
AUTHOR :
સ્ટોરીમિરર લેખકો (StoryMirror Authors)
PUBLISHER :
StoryMirror Infotech Pvt. Ltd.
ISBN :
9789394603202
PAGES :
102
PAPERBACK
₹199
E-BOOK
₹99







About the Book:


પ્રખ્યાત સાહિત્યકાર ઓરહાન પામુકે કહ્યું છે - “મેં એક દિવસ એક પુસ્તક વાંચ્યું અને મારું આખું જીવન બદલાઈ ગયું.”


સ્ટોરીમિરર લેખકો અને વાચકો માટે એક અનોખું પ્લેટફોર્મ પૂરું પાડીને લોકોના જીવન પરિવર્તનમાં નિમિત્ત બની રહ્યું છે. કવિતાગાન અથવા કવિતા પઠન - માનવીય લાગણીઓના વિવિધ ભાવોને એક બીજાનામાં ઓતપ્રોત કરવાનું કામ કરે છે. દરેક કવિતા આપણને કશુંક કહી જાય છે, આપણને મનન-ચિંતન કરાવે છે અને કેટલાક ભાવોની અનુભૂતિની તક પૂરી પાડે છે.


એક સારો કાવ્યસંગ્રહ આપણી વ્યસ્ત અને દોડધામભરી જિંદગીમાં આપણને સપના જોવામાં મદદ કરી શકે છે, પરીઓમાં વિશ્વાસ કરાવી શકે છે, આપણને જીવંત રાખી શકે છે, આપણને આશાવાન બનાવે છે. તો કેટલીક કવિતાઓ આપણને રોજબરોજની આપણી સમસ્યાઓનો સામનો કરવા માટે હિંમત આપી જાય છે. જ્યોર્જ સોન્ડર્સે સાચું જ કહ્યું છે, "જ્યારે તમે કવિતા વાંચો છો, ત્યારે તમે તમારી આસપાસની દુનિયા સાથે થોડા વધુ જાગૃત અને થોડા વધુ લાગણીશીલ બનો છો.”


સ્ટોરીમિરર પર ઉપલબ્ધ રસપ્રદ કવિતાઓના ભંડારમાંથી મુઠ્ઠીભર ઉત્તમ કવિતાઓ પસંદ કરવી ખરેખર મુશ્કેલ કાર્ય છે, પરંતુ અમે આ પુસ્તક માટે ખૂબ જ ઉત્તમ કવિતાઓ પસંદ કરી તમારા માટે લઇ આવ્યા છીએ.આ પુસ્તક આશાસ્પદ લેખકોની મહેનત અને દ્રઢ નિશ્ચયનું પરિણામ છે. લેખકોએ તેમની કલ્પના અને લેખનશક્તિને પડકાર કરી તેમની સૌથી વધુ કલ્પનાશીલ, આકર્ષક, ઉત્તમ અને સુંદર કવિતા રચનાઓ આપણી સમક્ષ રજૂ કરી છે. આ કાવ્યસંગ્રહ વાચકોને શ્રેષ્ઠ કવિતાઓ સુધી પહોંચવાની તક પૂરી પાડશે અને સ્ટોરીમિરર વેબસાઈટના ઉત્તમ કાર્ય અને બહોળા સાહિત્ય ભંડોળનો પુરાવો પણ આપશે.


અમને આશા છે કે આ કાવ્યસંગ્રહ તમારા હૃદય અને આત્માને સ્પર્શી જશે, અને તમારા માટે વાચનનો ઉત્તમ અનુભવ બનશે !
















ADD TO CART
 Added to cart