We will fetch book names as per the search key...
4 average based on 1 review.
About the author - નયનાબેન ભરતભાઈ શાહનું કાર્યક્ષેત્ર અર્વાચીન સમયને અનુરૂપ વાર્તાકાર તરીકેનું છે. આમ તો એ વાણિજ્ય અને વકીલાતના વિષયનો અભ્યાસ કરવા છતાં ગળથૂથીમાંથી સાહિત્ય પ્રત્યેની કોઠાસૂઝ ધરાવે છે. શરૂઆતમાં સ્વીકાર અસ્વીકારનો ડર રહેતો. પરંતુ પતિ અને પિતાની સમજાવટથી પ્રતિષ્ઠિત સામયિકો અને સાપ્તાહિકો જેવા કે "જનકલ્યાણ" "અખંડાનંદ " "સ્ત્રી " રંગતરંગ" " જલારામ જ્યોત " "સરવાણી " " પુસ્તકાલય" વગેરેમાં લખતા રહ્યા. થોડી વાર્તાઓ આકાશવાણી પરથી પ્રસારિત થતી . અગાઉ 1985માં તેમનું પુસ્તક " સ્વજન અને બીજી વાતો " પ્રકાશિત થયું. ત્યારબાદ 2013માં " બારખડીના 34 અક્ષર " પ્રસારિત થયું. ત્યારબાદ ત્રીજું પુસ્તક "અન્નકુટ " ફેબ્રુઆરીમાં પ્રકાશિત થયું. તેમનું ચોથું પુસ્તક "વડલો "પ્રકાશિત 2023 માં થયું. હાલમાં તેમનું પાંચમુ પુસ્તક "પુષ્પ ગુચ્છ"પ્રકાશિત થઈ રહ્યું છે. હાલમાં જુદા જુદા ઓનલાઈન ગ્રુપમાં વાર્તાઓ લખે છે તથા મેગેઝીનમાં લખવાનું ચાલુ જ છે. તેમની વાર્તાઓમાં પ્રેમ, લાગણી ,સદભાવ, ઔચિત્ય, મિત્રભાવ જેવા જીવન કાળની નૂતન દિશા બતાવતાં પાસાઓ જોવા મળે છે. આના કારણે વાર્તામાં સર્જનાત્મક વિચારોની જડ મજબૂત બને છે. નયનાબેન શાહ આ પ્રકારનું સાહિત્ય આપીને વાર્તાઓના ક્ષેત્રે વધુ પ્રદાન કરીને વાચકોની લોકપ્રિયતા મેળવે એવી શુભેચ્છાઓ.