Quotes

Audio

Read

Books


Write

Sign In

We will fetch book names as per the search key...

વાર્તાનાં ફૂલ અને કવિતાની સુગંધ (Vartana Ful ane Kavitani Sugandh)

By Bharat D Thacker


GENRE

Drama

PAGES

102

ISBN

ebook

PUBLISHER

StoryMirror

E-BOOK ₹70
Rs. 70
Best Price Comparison
Seller Price
StoryMirror Best price ₹70
Amazon Price not available
Flipkart Price not available
Prices on other marketplaces are indicative and may change.
ADD TO CART

પુસ્તક વિશે :


કદાચ મારી Brain Chemistry એવી રહી છે કે હું Sensitiveથી Sentimentalની Rangeમાં જ જીવ્યો છું. સંવેદનશીલ સ્વભાવને લીધે જ સમાજમાં જોવા મળતી વેદના અને સંવેદના મને હંમેશા ઝંકૃત કરી જાય છે. પછી એના અનુસંધાને જ વાર્તા અથવા કવિતા રચાય જાય છે. દરેક વાર્તા કે કવિતા લખતા પહેલાં તેનો સર્જક એક જાતની માનસિક પ્રસવ પીડા અનુભવતો હોય છે અને ત્યારે જ સમાજને એક વાર્તા કે કવિતા deliver થતી હોય છે. મેં મારાં પુસ્તક ‘ વાર્તાનાં ફૂલ અને કવિતાની સુગંધ ’ માં વાર્તા અને કવિતાને એક જ પુસ્તકમાં સમાવેશ કરીને નવો ચીલો ચાતર્યો છે. મને આશા છે કે સહુ તેને વધાવશે. મારાં લેખન પાછળ, મારો વાંચનનો શોખ પણ કારણભૂત છે. ઉંમર પ્રમાણે વાંચન બદલાતું રહ્યું. નાનો હતો ત્યારે ચાંદા મામા, ફૂલવાડી, ઝગમગ, ચંપક, બકોર પટેલ અને બાળ સાહિત્ય વાંચતો. ટીનેજમાં જાસુસી કથાઓ, રહસ્ય અને રોમાંચક વાર્તાઓના સર્જકો - જેઠાલાલ સોમૈયા, કનુ ભગદેવ, મહેશ મસ્ત ફકીર, ગૌતમ શર્મા વગેરે દિલો-દિમાગ પર છવાયેલ રહેતા. જવાનીની રાહ પર શૃંગારરસથી ભરપૂર વાર્તાઓ તથા સાહસ કથાઓનો શોખ રહ્યો. પછી philosophical અને હવે અન્ય સાહિત્યની સાથે આધ્યાત્મિક. આમેય જીવન ઉમ્રના હિસાબે જ આગળ વધતું હોય છે અને સમજ ફરતી રહે છે. મારી આ સાહિત્ય સફરમાં, મારી IFFCOની નોકરીનો મોટો ફાળો રહ્યો છે. IFFCO એક એવી પરિવાર જેવી સંસ્થા છે, જેમાં દરેક Talentને યોગ્ય Plateform મળી રહે છે. IFFCOએ મને લખવા માટે ઘણા મોકા આપ્યા. બહાર હું નાની મોટી સ્પર્ધાઓમાં ભાગ લેતો અને ઇનામો પણ મેળવતો. પછી જયેશભાઇ જોશી ‘એહસાસ’નાં વ્હોટ્સએપ ગ્રુપે મને સક્રિય રાખ્યો. ત્યાર બાદ ‘સ્ટોરી મિરરે’ તો મને બધા દરવાજા ખોલી આપ્યા. જો હું ‘સ્ટોરી મિરર’માં જોડાયો ન હોત તો, હું ક્યારેય આ સ્ટેજ સુધી પંહોચી શક્યો ન હોત. આ તબક્કે મારે ખાસ યાદ કરવાં છે,  સ્વર્ગીય કુંજલબેન પ્રદીપ છાયાને. જેઓ ‘સ્ટોરી મિરર’માં એડીટર હતાં, તેને સ્મરીને મારી કૃતજ્ઞતા વ્યકત કરવી છે. તેનાં આત્માને શબ્દાંજલિ આપવી છે. જેમણે મને ‘સ્ટોરી મિરર’ જેવાં સશક્ત માધ્યમ સાથે જોડાવાની પ્રેરણા આપી હતી. આમ તો મેં એક એક રન કરીને સેન્ચુરી કરી છે. પણ મને વિશ્વાસ છે કે મારી આ સેન્ચુરી દરેક વાચક મિત્રોને જરૂરથી ગમશે. વાચકોના ભાવ, પ્રતિભાવ તરીકે મળશે એવી આશા સાથે.



લેખક વિશે :


હું ભરત ધનજીભાઇ ઠક્કર, ઉપનામ ‘સૌરભ’ ગાંધીધામ-કચ્છથી. ઇફ્કોમાંથી મેનેજર (પરચેસ) તરીકે નિવૃત્ત થયા બાદ હાલ ACT Infraport Ltd., ગાંધીધામ ખાતે કાર્યરત છું. મૂળભૂત રીતે સંવેદનશીલ સ્વભાવ હોવાથી સમાજની ઘણી ઘટનાઓ મને સ્પર્શી જતી હોય છે, પછી વલખવા લાગું છું અને તેમાંથી થોડુંઘણું લખવા લાગું છું. વાંચનની ગત તો મારી વારસાગત રહી. મારી સ્વર્ગસ્થ માતાને વાંચવાનો ખૂબ શોખ હતો. મા-બાપ પાસેથી સારાં જીન્સ મળ્યાં, ભાઇઓ અને કુટુંબ સાથે ગુજારેલા મસ્ત બચપણની યાદો છે. IFFCO જેવી Esteemed Organisation માં નોકરી કરવાનું સદભાગ્ય પણ સાંપડ્યું. મારી ખૂબ જ care કરતી પ્રેમાળ અર્ધાંગિની સંધ્યા (MA, B.Ed.), જેનું રાશિનું નામ ‘કવિતા’ છે. મોટી દીકરી ડોલી કણ્વ છાયા (M. Architect, CEPT) છે. નાની દીકરી શિવાની ( B.E. Computer Engineer) છે. કણ્વ અને કપિલ બંને જમાઇ છે. જે તેમના નામને અનુરૂપ ઋષિ ગુણ ધરાવે છે. મારી જીવનયાત્રા તથા મારી લેખનયાત્રાનાં સહપ્રવાસી લોકોનો હું ખૂબ આભારી છું. આમ, ઇશ્વરનાં વરથી બધું બહેતર છે અને જિંદગી તરબતર છે !



You may also like

Ratings & Reviews

Be the first to add a review!
Select rating
 Added to cart