We will fetch book names as per the search key...
| Seller | Price | |
|---|---|---|
| StoryMirror Best price | ₹100 | |
| Amazon | Price not available | |
| Flipkart | Price not available |
પુસ્તક વિષે (About the Book)-
સાહિત્યના બે સહુથી લોકપ્રિય પ્રકાર - વાર્તા અને કવિતા - તમે એક જ પુસ્તકમાં જોવા માંગો છો ? તો આ પુસ્તક તમારા માટે છે. સામાન્યતઃ પુસ્તક કાં તો વાર્તાનું હોય અથવા તો કવિતાનું. પણ આ પુસ્તકમાં વાર્તાના ફુલ અને કવિતાની સુગંધ બેઉ એક સાથે માણી શકશો. મારા આ પુસ્તકમાં તમે વાર્તાની વેદના અને કવિતાની સંવેદના બન્ને અનુભવી શકશો.
લાગણીશીલ સ્વભાવને લીધે અન્યની વેદનાભરી હાલત, લેખકને લખવા પ્રેરિત કરે છે વલોપાતભરી વાત, તો
સમાજના સારા સ્પંદનો સ્ફુરે છે તેમનામાં બનીને પારિજાતની જાત. આ પુસ્તકમાં તમને કાંટા જેવી વેદના સાથે જોવા મળશે પારીજાતના ફુલ જેવી સંવેદના. જિંદગી, વય પ્રમાણે લય પકડતી હોય છે. એકએક રન કરીને શતક બનાવવા જેવો આનંદ આ પુસ્તકની એકએક રચનાના રસપાનથી મળે છે. અમને વિશ્વાસ છે કે લેખકની આ પ્રેક્ષણીય શતક, વાચકોની સારા વાંચનની અપેક્ષા પુરી કરશે.
લેખક વિશે (About the Author)-
લેખક શ્રી ભરતભાઈ ધનજીભાઈ ઠક્કર ‘સૌરભ’ B.Com, L.L.B (Special) ગાંધીધામ-કચ્છના વતની છે અને અને ઇફકો જેવી આદરણીય કંપનીમાં 39 વર્ષ નોકરી કરીને નિવૃત થયા છે. તેમની વાંચનની ગત, વારસાગત રહી અને ઉમર સાથે વાંચન અને લેખન બેઉ બદલતા રહ્યા.
ભરતભાઈએ, હૃદયમાં સ્ફુરેલ સ્પંદનો માંથી અવતરેલ વેદના અને સંવેદનાઓને પોતાની કલમથી વાર્તા અને કવિતાઓમાં ઢાળી છે. તેમને વાંચવા એ એક લહાવો છે.