Quotes

Audio

Read

Books


Write

Sign In

We will fetch book names as per the search key...

શતરંજનં પ્યાદ (Shatranjanu Pyaadu)

★★★★★
Author | Niranjan Mehta Publisher | StoryMirror Infotech Pvt. Ltd. ISBN | 978-93-88698-83-2 Pages | 80
PAPERBACK
₹125









About Book:

આ સંગ્રહમાં મારી વાર્તાઓ અને બે નાટક છે જે જુદા જુદા બ્લોગ્સ પર મુકાયા છે.

બધી રચનાઓનું કથાવસ્તુ સામાજિક અને સંવેદનશીલ છે.

કેટલીક કથા વસ્તુઓ મૌલિક છે તો કેટલીક આધારિત છે.

આધારિત કથાવસ્તુ મારી પ્રણાલીમાં લખાઈ છે.

આશા છે રસિકોને આ સંગ્રહ પસંદ પડશે. 


About Author:

ઉંમર ૭૯વર્ષ. અભ્યાસ એમ.કોમ. ૧૯૬૮માં પ્રથમ રચના ‘સુધા’ સાપ્તાહિકમાં પ્રકાશિત થઈ (જે હવે બંધ છે). ત્યારબાદ ‘કુમાર’માં એક લઘુકથા. લાંબા ગાળે ૨૦૦૪ બાદ વાર્તાઓ, કવિતા, લેખો લખાયા અને તે ‘કુમાર’, ‘અભિયાન’, ‘નવનીત-સમર્પણ’, ‘અહા! જિંદગી’, ‘આનંદઉપવન’, ‘મમતા’ ‘મારી સહેલી’ જેવા સામયિકોમાં, તેમ જ ‘જન્મભૂમિ’, ‘મુંબઈ સમાચાર’ જેવા અખબારોમાં પણ પ્રકાશિત થયા છે. તે ઉપરાંત જુદા જુદા બ્લોગ્ઝ પર લેખો અને વાર્તાઓ ઉપરાંત કોયડા, કહેવતકથા વગેરે પણ મુકાયા છે. મારી એક વાર્તા ‘અતિથિ દેવો ભવ’નું નાટ્યરૂપાંતર કર્યું હતું જે એક બ્લોગ પર મુકાયું છે. ત્યાર બાદ એક સંસ્થા માટે બાળનાટક ‘દિવાળી વેકેશન’ પણ લખ્યું હતું જે તે સંસ્થાના બાળકોએ ભજવ્યું હતું.

આજ સુધીમાં પ્રકાશિત રચનાઓનો આંકડો ૩૬૦ થી ઉપર પહોંચ્યો છે. એક વાર્તાસંગ્રહ ‘ઓળખાણ’ એપ્રિલ ૨૦૧૭માં પ્રકાશિત થયો છે. બીજો વાર્તાસંગ્રહ ‘સ્નેહ સંબંધ’ ડિસેમ્બર ૨૦૧૮માં પ્રકાશિત થયો છે. વાર્તાસંગ્રહ ‘સ્નેહ સંબંધ’

ને મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી તરફથી રામનારાયણ પાઠક (લઘુકથા)નો પ્રથમ પુરસ્કાર ઓગસ્ટ ૨૦૧૯ માં મળ્યો છે. 



















Be the first to add review and rating.


 Added to cart