We will fetch book names as per the search key...
પુસ્તક વિશેઃ
જિંદગીની ચહક અને મહક છે ‘કવિતા’. હું આભારી છું ‘StoryMirror’ નો, જેમણે મારી ચહક અને મહકની સરીતાને વહેતી રાખી છે.
“અંત વગરની વસંત – કવિતા” નામની મારી આ e-book, નીપજ છે StoryMirror દ્વારા આયોજીત ’52 weeks Writing Challenge Edition 3’ ની જેમાં હું વિજેતા જાહેર થયો છું. StoryMirror આપણને સહુને, consistently વાંચવા અને લખવા માટે પ્રોત્સાહીત કરીને સાહિત્ય ક્ષેત્રે અદ્ભુત કામ કરી રહ્યું છે.
મને આશા છે મારી e-book “અંત વગરની વસંત – કવિતા” આપને વસંત જેવી જીવંત લાગશે. આ બાબતે તમારી પ્રતિક્રીયા આવકાર્ય છે.
ભરત ડી ઠક્કર – ઉપનામ ‘સૌરભ’
ગાંધીધામ - કચ્છ
લેખક વિશેઃ
હું ભરત ધનજીભાઈ ઠક્કર, ઉપનામ ‘સૌરભ’ ગાંધીધામ-કચ્છથી. ઈફકોમાંથી મેનેજર (પરચેસ) તરીકે નિવૃત થયા બાદ, જિંદગીની બીજી Inning પણ ખૂબ સારી રીતે ચાલી રહી છે. વાંચનની ગત તો મારી વારસાગત રહી છે અને મૂળભૂત સંવેદનશીલ સ્વભાવને લીધે લખવાનું તો શરૂઆત થી જ રહ્યું છે.
નિવૃતિ બાદ, StoryMirror જેવું, વાંચવા અને લખવા માટેનું, એક ખૂબ જ ઉમદા platform મળી ગયું છે. StoryMirror ને લીધે સાહિત્ય સાથે સંકળાઈ રહેવાની એક અદ્ભુત અનુભૂતિ છે જેને લીધે જિંદગીની બાકીની સફર ખૂબ સક્રિય અને સંતોષ સાથે આગળ વધી રહી છે.
મારી જીવનયાત્રા તથા મારી લેખનયાત્રાના સહપ્રવાસીઓનો અને અસીમ કૃપા વરસાવતા પરમેશ્વરનો હું ખૂબ ખૂબ આભારી છું.