We will fetch book names as per the search key...
About the Book:
'અણમોલ મોતી' પુસ્તકે મારા જીવનમાં અણમોલ તક આપી છે.
તેના દ્વારા મારા મનના વિચારો રજૂ કરીને બાળકોના વિચારોમાં કેવી રીતે પરિવર્તન આણી શકાય તે માટે મેં વાર્તા સ્વરૂપે આ પુસ્તકનું સર્જન કર્યું છે. બાળકના જીવનમાં વાર્તા સ્વરૂપે એક નવું પરિવર્તન થાય અને તે પરિવર્તન તેના જીવનરૂપી અંધકારમાં પ્રકાશનું કામ કરે તે માટે મેં કલમના સથવારે તેને ચીતરવા માટે પ્રયત્ન કરે છે. આ પુસ્તકમાં કુલ ૫૨ વાર્તાઓ છે અને આ ૫૨ બાળવાર્તાઓ થકી બાળકના જીવનમાં ૫૨ અણમોલ વિચારો આપવા માટે પ્રયત્ન કરે છે.
વર્ષના કુલ ૫૨ અઠવાડિયા અને ૫૨ અઠવાડિયામાં, અઠવાડિયાની એક વાર્તા રૂપે આ પુસ્તક મુકવા માટે પ્રયત્ન કર્યો છે.
આ પુસ્તક આપની સમક્ષ મુકતા આનંદની લાગણી અનુભવું છું. આપ સૌને આ પુસ્તક પસંદ આવશે તેવી આશા રાખું છું.
About the Author:
લેખકશ્રી દિનેશભાઈ ચૌહાણ સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના નાનાકોટડા ગામના વતની છે. હાલમાં તેઓ બનાસકાંઠા જિલ્લામાં ધાનેરા તાલુકાના રૂણી ગામે પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવે છે. તેઓ વાચનની સાથે લેખન અને રમત-ગમતમાં પણ વિશેષ રુચી ધરાવે છે. તેઓ DD EDUCATION ALL નામની યુ-ટ્યુબ ચેનલ ચલાવે છે.
તેઓને STORYMIRROR દ્વારા 2020 ના વર્ષ માટે AUTHOR OF THE YEAR તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા. આજ વરસે તેમણે તાલુકા કક્ષાના શ્રેષ્ઠશિક્ષક તરીકેનો પુરસ્કાર પણ મેળવ્યો છે.ઈતર પ્રવૃત્તિઓમાં તેઓ શિક્ષણકુંજ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓનું આયોજન પણ કરે છે.