We will fetch book names as per the search key...
આધ્યાત્મિક કવિતાઓના બેસ્ટ સેલિંગ 4 ઉત્તમ પુસ્તકોનો સમૂહ ગુજરાતીમાં મૃદુલ મનનું દર્પણ : આ પુસ્તક કવિતાના રૂપમાં આપણી જીવનયાત્રાની વિવિધ લાગણીઓનું સંકલન છે. કવિએ તેમની કવિતાઓ અને ગઝલ દ્વારા જીવન વિશેની લાગણીઓ અને અનુભવોને વ્યક્ત કરવાનો શાબ્દિક પ્રયાસ કર્યો છે.
અંતરના ઝરુખેથી : આ પુસ્તકમાં ભગવાન, પ્રકૃતિ, પોતાની લાગણીઓ અને પ્રેમ અને પીડા દર્શાવતી લાગણીઓને વાચા આપતી કવિતાઓ છે. આ કવિતાઓ વાચકને પોતાના અંતર મનમાં જોવાની પ્રેરણા આપી જાય છે.
ક્ષણોનું પગેરું : લાંબા અને અવિરત પ્રયત્નશીલ વલણને કારણે સ્થિર અને પરિપક્વ બનેલી કવિતા રચનાઓ આ પુસ્તકમાં ઉભરી આવી છે.
કવ્યોક્તિ : આ સંગ્રહમાં માત્ર કાવ્યો જ નહિં, એક અદ્ભુત લાગણી છે. સમાજ ને જાણી શકાય તેવી આકૃતિ છે. ધર્મની સમજ આપતી પોથી છે. અને પ્રેમની અભિવ્યકિત પણ છે.