We will fetch book names as per the search key...
5 average based on 2 reviews.
About the Book:
“હવા દવેનું પદ્ય પદ્મ ગુંજન” એ કવિના પ્રથમ બીલીપત્ર “હવા દવેનું હવામાં ગઝલ ગુંજન” પ્રકાશિત થયા બાદનું બીજું કાવ્ય પુસ્તક “દ્વિતીય બીલીપત્ર” છે. જે પાંચ વિભાગમાં વહેંચાયેલું છે. તમામ કાવ્ય લેખન અછાંદસ છે. કવિને આધ્યાત્મની તો બાળપણથી જ એક ચાહના, લગન લાગેલી. એટલે એમાં વાચન પણ ખૂબ કરેલ છે. ગીતા, વાલ્મિકી રામાયણ, કેટલાંક ઉપનિષદો પણ રસ લઈ ધ્યાનથી કવિએ વાંચ્યા છે. અને કવિને મન કવિતા તો એક કલ્પના અવે, કોઈ શબ્દ મન-મગજમાં પક્કડ જમાવે, એ વખતે લખાઈ જાય તો લખાઈ જાય. પછી પાછળથી એ મૂડ, વાતાવરણ ના જામે. લેખન લખવું એ આ કવિ માટે એક અનોખી જ મઝા હોય છે. મન વિહાર કરવા લાગે છે. શબ્દ કે શબ્દો સહેલીઓ ભેગી મળી રસ ગરબાની જમાવટ કરે છે. કલ્પના રૂપી અનેક રંગોથી ખેલ ખેલે છે. આ બધાને કવિ મા સરસ્વતીની કૃપા અને આશિર્વાદ જ માને છે.
About the Author:
ભાઈશ્રી હસિતકુમાર દવેનો જન્મ ૧૯૪૩ જાન્યુઆરીમાં જન્મસ્થળ પાટણ ઉત્તર ગુજરાતનો છે. બાલ્યાવસ્થા ઉત્તર ગુજરાતમાં જ પાટણ, વડનગર, વિસનગરમાં જ પસાર થઈ. ૧૯૫૭થી પાટણમાં જ કાયમી વસી ગયા.
અભ્યાસમાં બી.એ. ઓનર્સ ઈંગ્લિશ સાથે પાસ કર્યું છે. અને ઈલે. ફર્સ્ટક્લાસ સુપરવાઇઝરની પરીક્ષાઓ પણ પાસ કરી છે.પાટણ કીલાચંદ દેવચંદ પોલીટેકનીકમાં (કે.ડી. પોલીટેકનીક) અને વોકેશનલ ટ્રેનીંગ સેંટર (VTC) પાટણ ખાતે ઇલેક્ટ્રીશીયન અને ઈલે. ઇન્સ્ટ્રક્ટર તરીકે ગવર્નમેંટ જોબ કરી છે. જાન્યુઆરી ૨૦૦૧થી નિવૃત છે અને હાલ અમદાવાદમાં સ્થાયી છે. લેખનમાં એમની કલમ ૧૯૫૭થી ચાલુ જ છે. કાવ્ય રચનાઓમાં અછાંદસ કવિતાઓ, ગઝલ, શેર-શાયરી અને હાઈકુ એમને પ્રિય છે. ક્યારેક ચિત્રો પણ દોરી લે છે. સ્વભાવે એકાંતપ્રિય એવા હસિતકુમાર દવે વાચન-લેખન પ્રિય, આનંદી, મોજીલા, જિજ્ઞાસુ,અને જ્ઞાન પિપાસુ છે.
સાહિત્ય સર્જનકર્તા તરીકે તેમનો સાચો પરિચય તેમના પુસ્તક “હવા દવેનું હવામાં ગઝલ ગુંજન” અને “હવા દવેનું પદ્ય પદ્મ ગુંજન” બન્ને બિલીપત્ર પુસ્તકોમાં મળે છે.