We will fetch book names as per the search key...
પ્રિય સર્જકશ્રી
જેમકે આપ સૌ જાણો છો લેખકની સર્જન યાત્રા એકાંતભરી હોય છે. જ્યારે અન્ય લોકો મનોરંજન કરવામાં કે ઊંઘવામાં વ્યસ્ત હોય છે ત્યારે એક લેખક કંઈક વાંચવામાં અથવા મહાન વાર્તાઓ અથવા કવિતાઓ લખવામાં વ્યસ્ત હોય છે. જેના થકી જ્ઞાન એક વ્યક્તિથી બીજી વ્યક્તિ સુધી અને એક પેઢીથી બીજી પેઢી સુધી પ્રસરે છે.
જો કવર્તમાન ડિજિટલ યુગમાં પોતાની પ્રતિભા દર્શાવવા માટે યોગ્ય પ્લેટફોર્મની જાણકારી નહીં હોવાને કારણે તેમના શ્રેષ્ઠ સર્જનો બહોળા લોકોના ધ્યાન પર આવતા નથી.. વાચકો અને લેખકોને સર્જનાત્મક રીતે એક બીજા સાથે જોડવાની વિભાવના સાથે સ્ટોરી મિરરનો પ્રારંભ થયો છે. હવે સમય આવી ગયો છે કે આ સંબંધને ઇ-મેગેઝિનની દ્વારા એક નવું સ્વરૂપ આપવામાં આવે.
આ ઇ-મેગેઝિનને આપણે "સ્ટોરીમિરર ડાયજેસ્ટ" કહીશું. એક એવું સાહિત્યિક માસિક જર્નલ જેમાં શ્રેષ્ઠ લોકોને સંપાદક ટીમમાં સમાવવામાં આવશે. આ માટેની એક પસંદગી પ્રક્રિયા પણ થશે. જેમાં સમય સમય પર એમની જૂની સાહિત્યિક રચનાઓ, ભવિષ્યની હરીફાઈઓ, વાચકોની સમીક્ષાઓ, ચર્ચા મંચ પર ભાગીદારી અને એક ઇન્ટરવ્યૂનો પણ સમાવેશ થશે.
મફત ઇ-મેગેઝિન મેળવવાના માટેના સ્ટેપ્સ. :
· સ્ટોરીમિરર પર લોગિન થાઓ...
· સ્ટોરીમિરરની શોપ લિન્ક (https://shop.storymirror.com) પર જાઓ...
· ઇ-મેગેઝીન સર્ચ કરો અને તેને ડાઉનલોડ કરો...
· એકવાર ડાઉનલોડ થઈ જાય પછી તેને સ્ટોરીમિરરની એન્ડ્રોઇડ અને આઈઓએસ એપ્લિકેશનની મદદથી વાંચી શકશો.
· એકવાર એ-મેગેઝીન તમારા મોબાઈલમાં ડાઉનલોડ થઈ જાય પછી તમે તેને ઓફલાઇન પણ વાંચી શકો છો.
· ઇ-મેગેઝિનને વધુ શ્રેષ્ઠ બનાવવા માટે અમે આપના સૂચનો આવકારીએ છીએ.
કૃપા કરીને જો તમે 'મેગેઝિન માટેની રચનાઓની પસંદગી સમિતિમાં' જોડાવા માંગતા હો તો તમારું નામ અવશ્ય નોંધાવશો..
ચાલો આપણે સાથે મળીને સાહિત્યથી સમર્થિત એક ઉત્તમ રાષ્ટ્ર નિર્માણ કરીએ.
= ટીમ સ્ટોરીમિરર