Quotes

Audio

Read

Books


Write

Sign In

We will fetch book names as per the search key...

લોકડાઉન 2020 (Lockdown 2020)

★★★★★
Author | BHAVIK PRAJAPATI (VICHARONI VYAVASTHA) Publisher | StoryMirror Infotech Pvt. Ltd. ISBN | 9789390267149 Pages | 100
PAPERBACK
₹99
E-BOOK
₹50



About the Book:

રાત્રે સૂઈ ગયા હતા ને સવારે ઉઠ્યા ત્યારે ખબર પડી કે “હવે ઘરમાંથી બહાર નથી નીકળવાનું“. એકાએક આવેલું આ બંધન મન કેમ સ્વીકારે? છતાં પણ આપણે મને-કમને એ સ્વીકાર્યું. આ પુસ્તક લોકડાઉનના સમયમાં આપે પસાર કરેલ સમયની યાદ અપાવશે. જૂની રમતો, જૂની સીરીયલો, પરિવાર સાથે વિતાવેલો સમય, ઇન્ડોર ગેમ્સ, નવી-નવી વાનગીઓ અને બીજી ઘણી બધી ખાટ્ટી-મીઠ્ઠી વાતોને આ પુસ્તક હસતા-હસતા યાદ કરાવશે. ક્યાંથી થઇ કોરોનાની શરૂઆત? કેવી રીતે ફેલાય છે કોરોના? ક્યારે જશે આ કોરોના? આ તમામ પ્રશ્નોના જવાબ એટલે આ પુસ્તક “લોકડાઉન ૨૦૨૦”.

About the Author:

ભાવિક પ્રજાપતિ ગુજરાતના મહેસાણા જિલ્લાના દેવરાસણ ગામના વતની છે. હાલમાં તેઓ મહેસાણા રહે છે. B.Sc, B.ed નો અભ્યાસ પૂર્ણ કરી હાલમાં M.Sc (Organic Chemistry) નો અભ્યાસ કરી રહ્યા છે. અભ્યાસની સાથે-સાથે તેઓ શિક્ષક તરીકેની ફરજ પણ બજાવે છે. બાળપણથી જ લોકડાયરા અને પુસ્તક વાંચનના શોખીન ભાવિકભાઈ શિક્ષક, હાસ્ય કલાકાર, લોકસાહિત્યકાર, એન્કર તથા લેખક જેવી બહુમુખી પ્રતિભા ધરાવે છે. સમાજને સતત શિક્ષણ, સંગીત, સાહિત્ય અને રજૂઆત દ્વારા નવી રાહ ચિંધવી એ એમનો સ્વભાવ છે. સાહિત્ય અને સંસ્કૃતિની સાથે-સાથે હળવી શૈલીમાં હાસ્ય દ્વારા ગુજરાત અને ભારતીય સંસ્કૃતિને વૈશ્વિક ફલક પર લઇ જવી એ એમનું સપનું છે.






Be the first to add review and rating.


 Added to cart