We will fetch book names as per the search key...
| Seller | Price | |
|---|---|---|
| StoryMirror Best price | ₹50 | |
| Amazon | Price not available | |
| Flipkart | Price not available |
શાંત જળમાં કાંકરી પડે ને જેમ પાણીમાં વલયો પ્રગટે છે તેમ ઉત્તમ કતિને ભાવપૂર્વક વાંચતાં જ વાચકના મનમાં શબ્દેશબ્દે અનેક અર્થો પ્રગટતા રહે છે. જેવી રીતે કાવ્યના સર્જકનું ભાવજગત કાવ્યમાં પ્રગટે છે તેવી જ રીતે વાચકભાવકના મનમાં પણ કાવ્યના વિશેષ અર્થો પ્રગટે અને તેને કાવ્યમાંથી વિવિધ રસોનો અનુભવ થાય છે. આ રસાનુભવ એ કાવ્યનું એક લક્ષ્ય છે.ઉત્તમ કવિનાં કાવ્યો ભાવકને દિવ્યાનંદનો અનુભવ કરાવે છે. દરેક ભાવકને તેની સમજ પ્રમાણે આ આનંદ મળે છે. કાવ્યના શબ્દ અને તેના અર્થોની મારી સમજ મુજબ મેં કેટલાંક કાવ્યોને સમજવાનો, કહો કે માણવાનો જે પ્રયત્ન કર્યો છે તેમાંનું કેટલુંક અહીં મુક્યું છે. એક ભાવક બીજા ભાવકને આ રીતે કાવ્યાનંદ વહેંચતો રહે તો સરવાળે આ આનંદનો વ્યાપ વધે !