We will fetch book names as per the search key...
ગુજરાતીમાં સુંદર પ્રેમકથાઓના ઉત્તમ પુસ્તકોનો સમૂહ : દરેક વ્યક્તિને પોતાના જીવનમાં ક્ય્રેકને ક્યારેક પ્રેમની લાગ્નીમો અનુભવ અવશ્ય થાય છે. પણ બધાને પોતાનો પ્રેમ મળતો નથી. કેટલાક નસીબદાર લોકો જ પોતાના પ્રેમને પામી શકે છે. આવી સફળ અસફળ પ્રેમકથાઓની વાતો. ચાહતની નજરે : હૃદયની દરેક ઊર્મીઓને, મનનાં પેટાળમાંથી વલોવીને, નિચોવેલો અર્ક, એટલે; “ચાહતની નજરે”! આપણે સૌએ જાતે અનુભવેલી, પણ શબ્દ ભંડોળનાં અભાવે, જાતે ન વર્ણવી શકેલી લાગણીઓ પ્રેમના પુષ્પો : સ્ટોરીમિરર દ્વારા ટૂંકી વાર્તાઓનો આ સંગ્રહ તીવ્ર પ્રેમ, માયાળુતા, હૂંફ, આત્મીયતા અને કરુણાનું પ્રતિક છે. તે વાચકોને, શ્રેષ્ઠ પ્રેમ કથાઓ થકી વાંચવાનો એક મનગમતો અને આનંદદાયક અનુભવ પ્રદાન કરશે સબંધ સરનામાં વિનાના : ટ્રેનમાં થતા સંઘર્ષો કે બીમારીથી હેરાન થતા વ્યક્તિની વાર્તા હોય, એની લખવાની રીત પ્રસંગને જીવંત બનાવે છે. આ પુસ્તક ટૂંકી વાર્તા સંગ્રહ છે. પ્રેમ-અપ્રેમ: આ એક ખૂબ જ અનોખી પ્રેમકથા છે, જેને પ્રેમ ત્રિકોણ કહી શકાય અથવા ત્રણ મુખ્ય પાત્રો, અપેક્ષિત, પ્રિયા અને સ્વાતિના સંબંધોની વાર્તા કહી શકાય. આ લાગણીઓની વાર્તા છે. અઢી અક્ષરનો વ્હેમ: આ એક ઉભયલિંગી યુવકની વાર્તા છે, જે મૂંઝવણમાં છે કે શું તેના બોય-ફ્રેન્ડ અશફાક સાથે તેનું જીવન સેટલ કરવું કે પછી તેની ગર્લ-ફ્રેન્ડ પ્રણાલી સાથે સામાન્ય લગ્ન જીવન જીવવાનો પ્રયાસ કરવો.