We will fetch book names as per the search key...
 
                 
 
                      
 
                      
 
                | Seller | Price | |
|---|---|---|
| StoryMirror Best price | ₹200 | |
| Amazon | Price not available | |
| Flipkart | Price not available | 
જયારે લખવાની શરૂઆત કરી એ સમયે એવો કોઈ ખ્યાલ ન હતો કે મારું લખાણ ક્યારેય પુસ્તક સ્વરૂપે પ્રગટ થાશે..! એ શુભ સમય ઘણો ઝડપી આવ્યો કે પુસ્તક આપણા કરકમળમાં છે. મારાં પ્રવાસ વર્ણનો, વાર્તાઓ અને મારા કેટલાક અનુભવો આ પુસ્તક સ્વરૂપે શેર કરું છું, આશા છે કે એ આપને ઉપયોગી નીવડશે.
આ જીવન પણ એક પ્રવાસ જ છે જેમાં કેટલાકને સુખદ અનુભવો થાય છે તો કેટલાકને દુખદ.. અનુભવોની હારમાળા જ જીવન છે. અનુભવોને મેં અહીં શબ્દ સ્વરૂપે ઢાળવાનો પ્રયાસ કર્યો છે મને વિશ્વાસ છે કે મારો આ પહેલો પ્રયાસ આપને ગમશે.મારા લખાણના બીજા મણકાઓ અપને મળતા રહેશે એવી આશા રાખું છું. જીવનની ઘટમાળામાં મારો અનુભવ કે શબ્દ જો આપણે સુખદ સ્પંદન પૂરું પાડે તો મારી આ મહેનત લેખે લાગશે. જય હિન્દ.. જય ભારત..
ગુજરાત રાજ્યનો શિર પ્રદેશ બનાસકાંઠા જીલ્લાના વાવ તાલુકામાં આવેલું હરીપુરા મારું જન્મસ્થાન અને વતન.નર્મદા નદી પર ડેમ બાંધવા માટેની પ્રથમ ઈંટ મૂક્યાના સવા દાયકા પછી મારો જન્મ થયો, મારું આખું નામ કાંતિલાલ રૂપાભાઈ પરમાર, મારા દાદા હરિપુરાની બાજુના ગામ ટડાવમાં જન્મ્યા હતા તેમનું નામ હેમા બાપુ હતું તેઓ હરિપુરામાં આવીને વસ્યા એટલે એમનો પરિવાર "હેમાણી" કહેવાયો , જેના લીધે હું પણ હેમાણી..
મારું શરૂઆતી શિક્ષણ હરિપુરામાં અને ધોરણ પાંચથી સાત સુધી ટડાવ ધુળીયા રસ્તે ચાલીને જતો,એ સમયની પ્રકૃત્તિ દર્શનની પડેલી ટેવ અત્યારે ફોટોગ્રાફીમાં પરિણામી.પાકા રસ્તા થઇ ગયા પછી રેસ પર જમણો પગ દબાવવાની મજા આવી ગઈ.
મારા વાંચનના લીધે હું આપના સુધી પહોચી શક્યો છું.આ મારું પ્રથમ પુસ્તક છે,આપ સર્વેનો સાથ રહેશે તો સફળતાનાં શિખરો સામે ચાલીને આવશે. જય હિન્દ ... જય ભારત.