We will fetch book names as per the search key...
| Seller | Price | |
|---|---|---|
| StoryMirror Best price | ₹5 | |
| Amazon | Price not available | |
| Flipkart | Price not available |
ગુજરાતી કોણ વાંચે છે? સવાલનો જવાબ હવે મોબાઈલ કે લૅપટૉપ લઈને ફરતાં લોકો આસાનીથી આપે છે, કેમ, અમે વાંચીએ છીએ ને? અમારી પાસે વાંચનનો ભંડાર છે. જ્યારે જે મન થયું, વાંચી લઈએ. કોઈને નવાઈ લાગે, પણ એમના આ ભંડારમાં ઈબુક્સનું ખાસ્સું મહત્વ છે. ગમતી ઈબુક્સ ડાઉનલોડ કરી લે ને કાયમ મોજમાં રહે. ઘણાં વરસોથી જુદા જુદા મૅગેઝિનોમાં અને છાપાંની કૉલમોમાં મેં લેખો લખ્યા. પછીથી એના પુસ્તકો પણ પ્રગટ કર્યાં. જમાનો બદલાયો અને કમ્પ્યુટરની દુનિયામાં પ્રવેશ કરતાં જ, અધધધ વાંચનની નવી દિશા ખૂલી, તો સાથે લેખનની પણ દિશા ખૂલી ગઈ. બ્લૉગ અને ફેસબુકની સફર દરમિયાન ઈબુકનો દરવાજો દેખાયો. જુદી જુદી સાઈટ પર થોડી ઈબુક્સ પણ બહાર પડી